ઝાડ ”દિવ્ય” જીવન છે!!! (હંસરાજ ભટ)

Posted on

ઝાડ છે તો પંખી છે,
પંખી છે તો કલરવ છે.
ઝાડ છે તો કોયલ છે.
કોલય છે તો ટહુકો છે.
ઝાડ  પર ખિસકોલી છે.
અહીં તહીં ઠેલંઠેલી છે.
ઝાડ છે તો મૂળિયા છે.
ફૂલ, ફળ ને ઠળિયા છે.
ઠળિયાં  પાછાં  ઝાડ ઉગાડેેે
ઝાડ પાછા ઠળિયા ઉગાડે.
ઝાડ.....
જડીબુટ્ટીઓનું મહિયર છે,
રોગીઓનું સહિયર છે.
ઝાડ છેતો ઘર છે.
બારી, બારણા, છપ્પર છે,
ઝાડ નથી તો દુનિયા આખી
બિહામણું ખાલી ખપ્પર છે.
ઝાડ છે તો હરિયાળી છે,
પ્રાણવાયુની 'વરિયાળી' છે.
ઝાડ છેતો તમે છો,
ઝાડ છે તો હું છું.
ઝાડ નથી તો  નથી કશું.
ઝાડ ''દિવ્ય'' જીવન છે!!!
નાનું ઝાડ 'છોડ' છે,
છોડમાં ''રણછોડ'' છે.
ઝાડ છે તો પાંદડા છે,
પાંદડે પાંદડે પ્રભુ છે,
વૃક્ષે વૃક્ષે વિભુ છે.
માટે...
છોડ રોપો ઝાડ વાવો,
ધરતી ઉપર ઠંડક લાવો.
ઓઝોનના પરદાને  બચાવો.

- હંસરાજ ભટ

Leave a comment