કલાઓ

ભારતીય ચિંતકોના મત મુજબ કલાઓ ની સૂચી

કામસૂત્ર મુજબ

“કામસૂત્ર” અનુસાર 64 કલઓ નિમ્નલિખિત છે:

(1) ગાયન,                                 (2) વાદન,                                   (3) નર્તન,                                  (4) નાટય,                                                        (5) આલેખ્ય (ચિત્રકલા અને લખાણ), (6) વિશેષક (મુખાદિ પર પત્રલેખન),  (7)ચોકમા રંગ પૂરણી, અલ્પના,     (8) પુષ્પશય્યા બનાવવી,                      (9) અંગરાગાદિલેપન,               (10) પચ્ચીકારી,                          (11) શયન રચના,                     (12) જલતંરગ વાદન (ઉદક વાદ્ય), 
(13) જલક્રીડ઼ા, જલાઘાત,          (14)શ્રુંગાર્ (મેકઅપ),                   (15) માલા ગૂઁથન,                      (16) મુંગટ રચના ,      
(17) વેશ પરીવર્તન,                 (18) કર્ણાભૂષણ રચના,                (19) અત્તર યાદિ સુગંધદ્રવ્ય બનાવટ, (20) આભૂષણધારણ, 
(21) જાદૂગરી, ઇંદ્રજાળ,            (22) અરમણીય ને રમણીય બનાવવુ,(23) હાથ ની સફાઈ (હસ્તલાઘવ),      (24) રસોઈ કાર્ય, પાક કલા,                      (25) આપાનક (શર્બત બનાવવુ), (26) સૂચીકર્મ, સિલાઈ,              (27) કલાબત્,                             (28) કોયડા ઉકેલ,
(29) અંત્યાક્ષરી,                       (30) બુઝૌવલ,                              (31) પુસ્તકવાચન,             32) કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન,                      (33) કાવ્ય-સમસ્યા-પૂર્તિ,         (34) વેણી બનાવવી,                     (35) સૂત્તર બનાવટ, તુર્ક કર્મ,       (36) કંદોઇ કામ, 
(37) વાસ્તુકલા,                       (38) રત્નપરીક્ષા,                           (39) ધાતુકર્મ,                              (40) રત્નોં ની રંગપરીક્ષા,    
(41) આકર જ્ઞાન,                     (42) બાગવાની, ઉપવનવિનોદ,    (43) મેઢ઼ા, પક્ષી આદિની લડાઈ,  (44) પક્ષિયોં ને બોલતા શીખવવુ, 
(45) માલિશ કરવુ,                   (46) કેશ-માર્જન-કૌશલ,                 (47) ગુપ્ત-ભાષા-જ્ઞાન,                (48) વિદેશી કલાઓ નુ જ્ઞાન, 
(49) દેશી ભાષાઓં નુ જ્ઞાન,     (50) ભવિષ્યકથન,                        (51) કઠપુતલી નર્તન,                  (52) કઠપુતલી ના ખેલ,  
(53) સુનકર દોહરા દેના,          (54) આશુકાવ્ય ક્રિયા,                    (55) ભાવ બદલીને કેહવુ              (56) છલ કપટ, છલિક યોગ, છલિક નૃત્ય,                      
(57) અભિધાન, કોશજ્ઞાન,        (58) મહોરુ બનાવવુ (વસ્ત્રગોપન), (59) દ્યૂતવિદ્યા,                              (60) રસ્સાકશી, આકર્ષણ ક્રીડ઼ા,
(61) બાલક્રીડ઼ા કર્મ,                  (62) શિષ્ટાચાર,                            (63) વશીકરણ અને                     (64) વ્યાયામ

                                                                     શુક્રનીતિ અનુસાર

“શુક્રનીતિ” અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, છતાં પણ સમાજમાં અતિ પ્રચલિત ૬૪ કલાઓનો આ નીતિમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. “શુક્રનીતિ” અનુસાર આ ૬૪ કલાની ગણના આ પ્રકારે કરવામાં આવેલી છે. :-

(૧) નર્તન (નૃત્ય), (૨) વાદન, (૩) વસ્ત્રસજ્જા, (૪) રૂપપરિવર્તન, (૫) શૈય્યા સજાવટ, (૬) દ્યૂત ક્રીડા, (૭) સાસન રતિજ્ઞાન, (૮) મદ્ય બનાવટ અને એને સુવાસિત કરવાની કલા, (૯) શલ્ય ક્રિયા, (૧૦) પાક શાસ્ત્ર, (૧૧) બાગકામ, (૧૨) પાષાણ, ધાતુ આદિમાંથી ભસ્મ બનાવવાની કલા, (૧૩) મિઠાઈ બનાવટ, (૧૪) ધાત્વોષધિ બનાવટ, (૧૫) મિશ્ર ધાતુઓનું પૃથક્કરણ, (૧૬) ધાતુમિશ્રણ, (૧૭) નમક બનાવટ, (૧૮) શસ્ત્રસંચાલન, (૧૯) કુસ્તી (મલ્લયુદ્ધ), (૨૦) લક્ષ્યવેધ, (૨૧) વાદ્યસંકેત દ્વારા વ્યૂહરચના, (૨૨) ગજાદિ દ્વારા યુદ્ધકર્મ, (૨૩) વિવિધ મુદ્રાઓ દ્વારા દેવપૂજન, (૨૪) સારથીપણું, (૨૫) ગજાદિની ગતિશિક્ષા, (૨૬) વાસણ બનાવટ, (૨૭) ચિત્રકલા, (૨૮) તળાવ, મહેલ વગેરેના નિર્માણ માટે ભૂમિ તૈયાર કરવાની કલા, (૨૯) ઘંટાદિ દ્વારા વાદન, (૩૦) રંગસાજી, (૩૧) વરાળના પ્રયોગ-જલવાટવગ્નિ સંયોગનિરોધૈ: ક્રિયા, (૩૨) નૌકા, રથાદિ વાહનોનું જ્ઞાન, (૩૩) યજ્ઞ માટેની દોરી બટાવવાનું જ્ઞાન, (૩૪) કાપડ વણાટ, (૩૫) રત્નપરીક્ષણ, (૩૬) સ્વર્ણપરીક્ષણ, (૩૭) કૃત્રિમ ધાતુ બનાવવી, (૩૮) આભૂષણ ઘડવાની કલા, (૩૯) કલાઈ કરવાની કલા, (૪૦) ચર્મકાર્ય, (૪૧) ચામડું ઉતારવાની કલા, (૪૨) દૂધના વિભિન્ન પ્રયોગ, (૪૩) ચોલી વગેરે સીવવાની કલા, (૪૪) તરણ, (૪૫) વાસણ માંજવાની કલા, (૪૬) વસ્ત્રપ્રક્ષાલન (સંભવત: કપડાં ધોવાની તેમ જ ઇસ્ત્રી કરવાની કલા), (૪૭) ક્ષારકર્મ, (૪૮) તેલ બનાવટ, (૪૯) કૃષિકાર્ય, (૫૦) વૃક્ષારોહણ, (૫૧) સેવાકાર્ય, (૫૨) ટોપલી બનાવવાની કલા, (૫૩) કાચના વાસણ બનાવવા, (૫૪) ખેત સીંચાઇ, (૫૫) ધાતુના શસ્ત્ર બનાવવાની કલા, (૫૬) જીન, કાઠી અથવા હૌદા બનાવવાની કલા, (૫૭) શિશુપાલન, (૫૮) દંડકાર્ય, (૫૯) સુલેખન, (૬૦) તાંબૂલરક્ષણ, (૬૧) કલામર્મજ્ઞતા, (૬૨) નટકર્મ, (૬૩) કલાશિક્ષણ, ઔર (૬૪) સાધનાની ક્રિયા.

અન્ય

વાત્સ્યાયન ઋષિએ લખેલા “કામસૂત્ર”ની વ્યાખ્યા કરતાં જયમંગલે બે પ્રકારની કલાઓનો ઉલ્લેખ કર્યો છે. (1) કામશાસ્ત્ર સાથે સંબંધિત કલાઓ, (2) તંત્ર સંબંધી કલાઓ. બંન્ને પ્રકારની અલગ-અલગ સંખ્યા ૬૪ જેટલી થાય છે. કામશાસ્ત્રની કલાઓ ૨૪ જેટલી છે, જેનો સંબંધ કામક્રીડાનાં આસનો સાથે છે, ૨૦ દ્યૂત સંબંધી, ૧૬ કામસુખ સંબંધી તેમ જ ૪ ઉચ્ચતર કલાઓ એમ કુલ ૬૪ મુખ્ય કલાઓ છે. આ ઉપરાંત વધારાની સાધારણ કલાઓ પણ દર્શાવવામાં આવી છે.
પ્રગટ છે કે આ કલાઓમાંથી ખૂબ ઓછી કલાઓનો સંબંધ લલિત કલા અથવા ફ઼ાઇન આર્ટ્સ સાથે જોવા મળે છે. લલિત કલા – અર્થાત ચિત્રકલા, મૂર્તિકલા આદિના પ્રસંગ એનાથી ભિન્ન તેમ જ સૌંદર્યશાસ્ત્ર સાથે સંબંધિત છે.


Leave a comment