વીર વાછડા દાદા

Posted on Updated on

વારછડાદાદાનું ગૌધન

ગાયોને બચાવવા શહીદી વહોરનાર વરછરાજબેટની ઐતિહાસિક જગ્યા પર ૩૫૦ ગાયો, ૧૨૫ આખલા અને ૬૦થી વધુ વાછરડા ગાળિયા કે બંધન વિના મોજથી ફરે છે અહીંથી ખાસ વિશેષ્ાતા એ છે કે ગાયો ગોવાળ વિના ચરવા જાય છે અને સાંજે આરતી ટાણે જગ્યામાં પાછી ફરી છે રામધણ સ્વરૂપી આ ગાયોનું ધણ એ વાછડા દાદાનું ધણ ગણાય છે.

મંદિરમાં ધરાવાયેલો પ્રસાદ બહાર લઈ જઈ શકાતો નથી

આ જગ્યામાં ધરાવેલો પ્રસાદ બહાર લઇ જઇ શકાતો નથી સવંત ૧૬૪૩માં જયપુરના ધર્મદાસ નામના વણીકે શેત્રુંજય યાત્રાએ જવાનો પગપાળા સંઘ કાઢયો હતો. આ સંઘ રણમાંથી પસાર થતાં રણના ભોમિયા સાથે હોવા છતાં માર્ગ ભૂલી જાય છે.

ત્યારે એક ભોમિયાએ કહ્યું કે દાદાને વિનંતી કરો તો જ માર્ગ જડશે ત્યારે વણીકે દાદાને બે હાથ જૉડી યાદ કરી સવા અગિયાર મણના લાડુ ચઢાવવાની વાત કરી ત્યાં જ ઝાડીમાંથી આવેલા એક ભોમિયાએ રસ્તો બતાવી એમને દાદાના સ્થાનક સુધી લઇ જાય છે. રાત રોકાઇને વહેલી સવારે બાંધેલી માનતા મુજબ સવા અગિયાર મણના લાડુનો પ્રસાદ ધરાવાય છે.લાડુ પથ્થરના થઈ ગયા !

પ્રસાદ લીધા બાદ અડધા લાડુ વધતા જૈન શ્રદ્ધાળુ આ વધેલા લાડુને સાથે લેવાનો વિચાર કરતા એક ભોમિયાએ આ જૈન શ્રદ્ધાળુ કહે છે અહીં ધરાવેલો પ્રસાદ દાદાની હદની બહાર લઇ જઇ શકાતો નથી છતાએ લઇ જવાનો પ્રયત્ન કરતા દાદાની હદની બહાર નીકળતા બધાજ લાડુ પથ્થરના થઇ ગયા ત્યારબાદ એ વાણીયો પથ્થરના લાડુ મંદિરમાં લાવી માફી માંગી જયપુર જઇ ત્યાં એ શેઠ દાદાનું મંદિર બનાવે છે આજે પણ જયપુરમાં આ મંદિર છે અને એના વંશજૉ દિલ્હીમાં છે.

ઝાંઝવાના જળના બદલે સાચુકલું પાણી એક અચરજ ભરી હકીકત છે

આ સ્થળની નજીક આવેલા ગામોના સ્થાનિક લોકો વાછડા દાદાની કૃપા માને છે
પાણીનો માથા દિઠ વપરાશ વધતો જતો હોવાથી ભુગર્ભ જળ ઉલેચાવા લાગ્યા છે ત્યારે સૂકા બળબળતા રણમાં પાણી મળવાની કલ્પના પણ ના આવે તે સ્વભાવિક છે.પરંતુ નવાઇની વાત તો એ છે કે કચ્છના નાના રણમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાથી ૨૦ કિમી અંદર ચો તરફ દેખાતા ભૂલા પડાય તેવા અફાટ રણમાં વાછડા દાદા નામના સ્થળે આપમેળે પાણી ઉછળીને બહાર આવે છે.વર્ષોથી જમીનમાંથી આપમેળે નિકળ્યા કરતું એક બે મહિના નહી આખું વર્ષ દરમિયાન પાણીનો સ્ત્રોત વહ્યા કરે છે.
જયાં પાણી માંગો તો ઝાંઝવાના જળ હાથ લાગે તેવા વિકટ ભૌગોલિક રણ વિસ્તારમાં બોર કે મશીન કે પાણી ખેંચવાની મોટરનો ઉપયોગ કર્યા વીના ભૂતળમાંથી ઉભરાઇને આવતું પાણી અચરજ પમાડે તેવી હકિકત છે.આ પાણી મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓ અને રણમાં ભૂલા પડેલા માણસો માટે આ પાણી રણમાં મીઠી વીરડીની કહેવતને ચરિતાર્થ કરે છે.મજૂરોના બાળકો પાણીથી નહાય પણ છે.આ પાણીથી પશુઓ માટેનો અવાડો પણ ભરાયેલો રહે છે. આ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આજકાલ કરતા છેલ્લા ૧૦૦ વર્ષથી આ સ્થળેથી ઉછળતુ પાણી નિકળે છે.આજે પણ આ વિસ્તારમાં ઇલેકટ્રીક સીટી ન હોવાથી આ પાણી પર જ આજુબાજુના પશુઓ નભે છે.પાણી જે સ્થળેથી ઉભરાય છે તે પોઇન્ટ પર લોંખડની પાઇપ ફિટ કરીને આ પાઇપમાંથી આઠ પેટા લાઇન કાઢવામાં આવી છે.આથી દરેક લાઇનમાં પાણીનો પ્રવાહ એક સરખો જોવા મળતો નથી.
સામાન્ય રીતે પીવાના પાણીના તળ ઉંડે ઉતરી રહયા છે.ગુજરાતમાં એવા પણ સ્થળો છે જયાં ૧૦૦૦ ફૂટે બોર મુકવા છતાં પાણી મળતું નથી ત્યારે રણમાં ઉછળતું પાણી કયાંથી આવે છે તે અંગે જાત જાતની અટકળો થાય છે.આ સ્થળની નજીક આવેલા ગામોના સ્થાનિક લોકો વાછડા દાદાની કૃપા સમજે છે. જો કે જાણકારોના જણાવ્યા મુજબ અફાટ પથરાયેલા રણમાં પથરાયેલા રણમાં ગુજરાતની કુંવારીકાઓ ગણાતી બનાસ,રુપેણ નદીના પાણી ચોમાસામાં ઠલવાય છે.આથી વિસ્તાર બેટમાં ફેરવાઇ જાય છે.આ નદીઓના પાણી ભૂર્ગભમાં પણ ઉતરતા હોવાથી ભૂતળ ચાર્જ રહે છે.આમ રણ હોવા છતાં વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ મળવાથી આ સ્થળ પાણીની અછતના કકડાટમાંથી બચી ગયું છે.

ઝાલાવાદ ન્યુઝ એન્ડ ગુજરાત સમાચાર

Leave a comment