મને વિશ્વાસ છે (સંજય ગોંડલિયા)

Posted on

આજે  કેમ મન મારું ઉદાસ છે 
કોને સમજાવું?   દર્દ મારું કંઈક ખાસ છે. 
નજરોથી  દૂર છતાં, તું  મારી પાસ છે. 
જુદાઈ હોવા છતાં, મિલનની આશ છે. 
સફળ  થશે કે નહિ? છતાંય ચાલુ પ્રયાસ છે. 
મારી લાગણીનો તમને શું અહેસાસ છે. 
એકલો હતો  હું આજે તમારો સાથ છે 
પ્રિત જરૃર સફળ થશે આપણી પ્રિયે! 
કારણ  કે, ખુદા પર મને વિશ્વાસ છે 

- સંજય ગોંડલિયા  : (સેતાલુસ)

કોઈ અનાયાસ જ લૂંટી ગયું (રમેશકુમાર. એલ. જાંબુચા ”રાજ”)

Posted on

આમ  વરતે  નહીં, મારી સાથે નક્કી  એમાં કંઈક ખૂટી ગયું 
હતું જે પાસે એ  ખરેખર અનાયાસ કોઈ લૂંટી ગયું. 
બેવડ  વળીને કોઈ ખૂણામાં સુતું રહે છે  અંધારું કાયમ, 
વિવાદ કર્યો જ નથી તો વળી કોણ અજવાળું  લૂંટી ગયું? 
આંસુને ખાળવા આંગળી જ રૃમાલ થઈ   હતી દોસ્ત, 
સૂરજ આવ્યો મળવાને ત્યાં ઝાકળને  કોઈ લૂંટી ગયું. 
માળાને  ક્યાં ખબર હોય છે ઈંડા સેવ્યાની  વાત, 
આ તો  વૃક્ષે કહ્યું માળાને, તને કોણ લૂંટી ગયું? 
પાનખર  ગયા પછી ડાળખીએ  ડૂસકાં  દીધા દાનમાં, 
હતું  ભીતર મહીં એ જ સર્વસ્વ કોઈ લૂંટી ગયું. 
પૂરાવો કોઈ નક્કર તું આપ જુદાં પડવા માટે મને, 
નહીં  તો કોણ માનશે  ધોળા દહાડે કોઈ લૂંટી ગયું! 
તડકાને  રણમાં  ઉતારી મૃગજળનો આભાસ રહેવા દે 'રાજ' 
હવે  સાબિતી  ન માગ કે હરણાને કોણ કોણ લૂંટી ગયું. 

- રમેશકુમાર. એલ. જાંબુચા ''રાજ''  
(પાણીયાણી, જિ.  ભાવનગર)

… ને તમે યાદ આવ્યાં (ભરત રબારી)

Posted on

ઉપવનમાં  ખીલ્યું  ગુલાબ ને તમે યાદ આવ્યાં 
તમારા ગુલાબી હોઠો પર રમતાં પ્રેમનાં ગીતો યાદ આવ્યાં. 
આભલે  ચમકતો ચાંદલીયો   જોયો ને તમે યાદ આવ્યાં... 
ચંદ્રમાંથી પણ વધારે ચમકતો તમારો ચહેરો યાદ આવ્યો. 
આકાશે ઉડયું એક પોરવડુને તમે યાદ આવ્યાં.... 
પોરવડા જોડે મોકલેલા  સંદેશા યાદ આવ્યાં.... 
આવામાં  એક પર્ણ પર પડેલું ઝાકળબિંદુ જોયું ને 
તમે યાદ આવ્યાં ... 
આંખમાંથી નીકળ્યું એક અશ્રુ બિંદુ ને તમે યાદ આવ્યા.... 

- ભરત  રબારી  : (માંગરોળ : જિ. જૂનાગઢ)

નહિ ભુલાય કદી વિદાય (નીલ એસ. ભટ્ટ)

Posted on

આંખો હજી નિહાળે છે 
અંતર હજી  પહરે છે 
આપનું  સ્મરણ થાય છે ત્યારે 
મન  મુકીને રડાવે છે. 
અમને   કલ્પી ન શકાય તેવી 
આપની અણધારી વસતી વિદાય 
કાળજું  કંપાવી નાખે છે 
મન હજી માનતું નથી કે આપ 
હૃદય  ના  કદી ઝુકાશે નહીં 
મૃત્યુના આસું  કદી સુકાશે નહીં 
તમારી આ ઓચિંતી   વિદાય કદી ભુલાશે નહીં.

 - નીલ એસ. ભટ્ટ  : (ભાવનગર)

જીવન તારું સજાવીશ હું (કેતુ જયેન્દ્રભાઈ દેસાઈ)

Posted on

સૂરજ  ઊગવાની  સાથે આવજે તું 
સંધ્યાના રંગે રાહ જોઈશ  હું 
પવનની  લહેર લઈ આવજે તું 
વંટોળની જેમ રાહમાં રહીસ  હું 
શિયાળે  થર ... થર.. ટાઢ લઈ આવજે  'તું' 
શબ્દો મહીં  હૂંફ આપીશ 'હું' 
ગ્રીષ્મની  ગરમી થઈ આવજે 'તું' 
તરસ તારી છીપાવીશ  'હું' 
વર્ષામાં   ધોધમાર વાદળી થઈ આવજે 'તું' 
પ્રેમથી પલળવા તૈયાર  છું 'હું' 
સાથ આમ જ આપજે 'તું' 
મેઘધનુષી રંગોથી 
જીવન તારું સજાવીશ 'હું' 

- કેતુ જયેન્દ્રભાઈ દેસાઈ :  (મહુવા)