સાથ નહિ છોડું

Posted on

નમતી  સાંજે તું આવજે  આજે
પ્રિયે સાગર કિનારે
ઉપર  આકાશ નીચે  મહાસાગર નીર
તારી મારી પાસે લાલ ગુલમહોર
પાલવ તારો હાથમાં  સખી
આંખોમાં મારી તારી નજર કરી
બે પલ ઉર્જાભર મસ્તીભર દિલબર
સ્નીટ સીક્રેટ ટોક કરવી તને
ના કહીશ તો હાથ નહિ છોડું
હા કહીશ તો સાથ નહિ છોડું
-   હેમંત ધોકિયા  :  (રાજકોટ)
Advertisements

કહાનના સ્વરૃપો

Posted on

વાદળો  ચડયાં  કાલીંદીની ઘાટ
ગોપીઓ દોડી, ક્યાંક  કહાન
-  કિનારે ભાસે
ને  કહાન  આકાશથી  વરસ્યો!!!
વાંસળી  કેરો સૂણ્યો  તે નાદ
ગોપીઓ દોડી, ક્યાંક કહાન
વનમાં  ભાસે
ને કહાન મોર બનીને  ટહુક્યો!!
અહુ  ઘેલી બની, ભૂલી ઘર-બાર
ગોપીઓ દોડી ક્યાંક  કહાન
 રાસમાં ભાસે
ને  કહાન  અહુના હૃદયે  રમ્યો
- જસમીન દેસાઈ 'દર્પણ'  : (રાજકોટ)

ઓ પ્રિયા!!

Posted on

પ્રીત  કરી મને ભૂલી ના  જતી,
દઈ દગો મને છોડી ના જતી.
ભવનો તે મને સગો કીધો
તારા પદની તે પાયલ કીધો!
જીવ તે જીવ મને ઘાયલ ના કરતી.
પ્રીત કરી મને ભૂલી ના જતી.
મુજને મળવા તે રાખજે ખટકો
ઊઘમાં  મને  દેતી ના ઝટકો,
જોજે કાળજાના મારા કટકા કરતી?
પ્રીત કરી મને ભૂલી ના જતી.
''પ્રફુલ'' મોત આવે તો મરવા દેજે,
તારા  નેણલા સામે મને બળવા દેજે,
તારી નેણલા સામે  મને  બળવા દેજે!
રાખ મારી તરછોડી ના જતી,
પ્રીત  કરી મને ભૂલી ના જતી .
- કવિ  :   રાઠોડ પ્રહલાદ  કે. 'પ્રફુલ' (કંબોસણી)

મને વિશ્વાસ છે (સંજય ગોંડલિયા)

Posted on

આજે  કેમ મન મારું ઉદાસ છે 
કોને સમજાવું?   દર્દ મારું કંઈક ખાસ છે. 
નજરોથી  દૂર છતાં, તું  મારી પાસ છે. 
જુદાઈ હોવા છતાં, મિલનની આશ છે. 
સફળ  થશે કે નહિ? છતાંય ચાલુ પ્રયાસ છે. 
મારી લાગણીનો તમને શું અહેસાસ છે. 
એકલો હતો  હું આજે તમારો સાથ છે 
પ્રિત જરૃર સફળ થશે આપણી પ્રિયે! 
કારણ  કે, ખુદા પર મને વિશ્વાસ છે 

- સંજય ગોંડલિયા  : (સેતાલુસ)

કોઈ અનાયાસ જ લૂંટી ગયું (રમેશકુમાર. એલ. જાંબુચા ”રાજ”)

Posted on

આમ  વરતે  નહીં, મારી સાથે નક્કી  એમાં કંઈક ખૂટી ગયું 
હતું જે પાસે એ  ખરેખર અનાયાસ કોઈ લૂંટી ગયું. 
બેવડ  વળીને કોઈ ખૂણામાં સુતું રહે છે  અંધારું કાયમ, 
વિવાદ કર્યો જ નથી તો વળી કોણ અજવાળું  લૂંટી ગયું? 
આંસુને ખાળવા આંગળી જ રૃમાલ થઈ   હતી દોસ્ત, 
સૂરજ આવ્યો મળવાને ત્યાં ઝાકળને  કોઈ લૂંટી ગયું. 
માળાને  ક્યાં ખબર હોય છે ઈંડા સેવ્યાની  વાત, 
આ તો  વૃક્ષે કહ્યું માળાને, તને કોણ લૂંટી ગયું? 
પાનખર  ગયા પછી ડાળખીએ  ડૂસકાં  દીધા દાનમાં, 
હતું  ભીતર મહીં એ જ સર્વસ્વ કોઈ લૂંટી ગયું. 
પૂરાવો કોઈ નક્કર તું આપ જુદાં પડવા માટે મને, 
નહીં  તો કોણ માનશે  ધોળા દહાડે કોઈ લૂંટી ગયું! 
તડકાને  રણમાં  ઉતારી મૃગજળનો આભાસ રહેવા દે 'રાજ' 
હવે  સાબિતી  ન માગ કે હરણાને કોણ કોણ લૂંટી ગયું. 

- રમેશકુમાર. એલ. જાંબુચા ''રાજ''  
(પાણીયાણી, જિ.  ભાવનગર)