કચ્છનું નાનું રણ :

Posted on

માત્ર ઘુડખર નહિ, 178 જાતના પક્ષીઓ, 29 સરીસૃપ પ્રજાતિ અને 33 પ્રકારના સસ્તનધારી પ્રાણીઓનું નિવાસ સ્થાન …

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો બનેલ ઘુડખરનું દુનિયાનું એકમાત્ર નિવાસસ્થાન કચ્છનું નાનું રણ ભારતનુ ત્રીજા ક્રમનું સૌથી મોટું અભયારણ્ય છે.અહીં માત્ર ઘુડખર નહિ પણ, જરખ,રણબિલાડી,હેણોત્રો,ચિંકારા જેવા 33 જાતના સ્તનધારી પ્રાણીઓ વસે છે,અહી કાચબા,સાંઢા,રૂપસુંદરી અને અતીઝરી એવા સો સ્કેલ વાઈપર જેવા સાપ વગેરેની 29 જાતના સરીસૃપો ને જમીન આશરો આપે છે,જેમાં 14 પ્રકારની ગરોળીઓ અને 12 પ્રકારના સાપનો સમાવેશ થાય છે.સાથે સાથે વિવિધ પ્રકારના 178 પક્ષીઓનું માનીતું ઘર છે. શિયાળો આવતા અહીં પ્રવાસી પક્ષીઓ અને શિકારીઓ પક્ષીઓ ધામા નાખે છે.નાનારણમાં શિકારી પક્ષી શાહી જુમ્માસ ગરુડએ પટ્ટાઇ નામના શિકારી પક્ષીનો શિકાર કર્યો હતો,ક્યાંક કુંજ કલરવ કરતી જોવા મળે છે,ઘુડખર પોતાના ઘરમાં સૂર્યાસ્ત સમયે વિચારતા આહલાદક દ્રશ્ય ખડું થાય છે,પાણીમાં વિચારતા હંસ અને સુરખાબ જાણે કવિતા તાદ્રશ્ય કરે છે .નાના કાનવાળો રવાઇડો ઘુવડ,બાજ અને ગરુડ ની વિવિધ પ્રજાતિઓ,મેકવીન બસ્ટર્ડ અને ભારતીય વરુ અહીં આવતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.ચોમાસામાં મરુભૂમિ ત્રણ ચાર મહિના જળપ્લાવિત વિસ્તારમાં ફેરવતા વન્યજીવો માટે સ્વર્ગ બની જાય છે,અને ડિસેમ્બરથી માર્ચ સુધી હજારો પ્રવાસી પક્ષીઓ અહીં આવે છે જેનાથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરોનો ધસારો રહે છે,આ કારણે સ્થાનિક ગાઈડ ને પણ રોજગારી મળી રહે છે.

‘પ્રેમ’

Posted on

પ્રેમ..... એવો  કરજો............
જેમાં શબ્દોનો  ....... સથવારો  ન હોય
માત્ર............ મૌનની સરવાણી હોય
માગણીઓની વર્ષા ન  હોય
માત્ર............... લાગણીઓની મહેક હોય
જેમાં ...........દલીલો ન હોય
માત્ર .......... દિલની  વાતોની ચહેક હોય
ગેર સમજની  ..........ખાઈ ન હોય
માત્ર......... સમજણના શિખરો હોય
જેમાં   'હું' કે 'તુ' ન હોય
પણ ........... 'એક' થવાનો અર્થ હોય
પ્રેમપત્રો ..............ન હોય પણ
કહ્યા વિનાના શબ્દો ........ હોય....
જેમાં ....... શિકાયતના  જંગલો ન હોય
માત્ર......... વિશ્વાસની કેડી હોય,
જેમાં 'મારુ' કે 'તારુ' ન હોય.
માત્ર .......'આપણું' .... હોય
જેમાં પ્રેમનો  ધોધમાર વરસાદ ભલે ન હોય
માત્ર...... સ્નેહનું સુંદર ઈન્દ્રધનુષ હોય
જેમાં .......  ગમના .... વાદળો ન હોય
માત્ર ને માત્ર 'ખુશી'' અમીછાંટણાં હોય.
- ગારડે વિજયા ડી ''ખુશી''  (નવસારી)

શું તમારી સુંદરતા

Posted on

પલવારમાં  અનેક વાર
પલકતી આ આંખો
તમને  જોઈને  સ્થિર થઈ ગઈ
શું  તમારી સુંદરતા
નથી  જોઈ અપ્સરા તમને
જોયા અને અપ્સરા
જોવાની ચાહત મટી ગઈ.
શું તમારી સુંદરતા
જાણે ચાંદ નિકળ્યો
અમાસની  રાત્રે લટાર મારવા
શું તમારી સુંદરતા
જોઈ ઊભા તમને ઝરોખે
ખુદ ઈશ્વર પણ ઘાયલ થયો
શું તમારી સુંદરતા
આગમનથી તમારા બાગમાં  
ફૂલ પણ તમારા
માર્ગમાં પથરાઈ ગયા.
શું તમારી સુંદરતા
મળે જો તમારા દિલમાં  
જગ્યા તો જન્નત
પણ ઠુકરાવું
શું  તમારી સુંદરતા
-  ધવલ. આર. પરમાર  :  (અમદાવાદ)

કોઈ અર્થ નથી

Posted on

હવે  તને  જોવાનો  કોઈ અર્થ નથી
મને સમજી શકે તેવું   તારું  દિલ નથી,
તું  તરછોડિયા કરે અને હું આવ્યા કરું,
એ  હવે મને  મંજૂર નથી.
ભલે હું હાર્યો અને તું જીતી પણ,
મારી હાર  જેવો દમ

તારી જીતમાં નથી,
નસીબદાર છે એ કે જેને તું મળી,
પણ  એમાં હું શું કરી શકું,
તને  પામી શકું એવી એકેય રેખા
મારા હાથમાં નથી.
હું જોઉં તને   તું જોએ બીજાને

તેથી જ તને જોવાન કોઈ અર્થ નથી
હું લખું અને તું વાચી ના શકે
એને કદાચ વાચે તો સમજી ના શકે
તેથી જ આ મારી ગઝલનો
કોઈ અર્થ નથી.
-  નાગોરા ઈકબાલ  ''મદીના'' - (અમદાવાદ)

મનની વાત

Posted on

શોધું  છું  ક્ષણો ખોવાયેલી
યાદ કરું છું વાતો ભુલાયેલી
કોશિશ કરું છું જલાવવાની
શમ્મા  જે પડી  છે બુઝાયેલી
મન થાય છે પાસે બોલાવી લઉં
 જે પણ હોઈ મારાથી તરછોડાયેલી
આવે એને દિલમાં સમાવી લઉં
એટલે  બાહો રાખી છે ફેલાયેલી
 તમે  આવો તો કરુ -મનની વાતો
અમે દિલમાં રાખી છે જે ધરબાયેલી
- મણિલાલ ડી. રૃઘાણી  :  (રાણાવાવ)