સમજીને છેતરાણા અમે (ધામેલિયા વર્ષા વી.)
ખબર હતી બરબાદ થવાના છીએ, સમજીને છેતરાણા અમે સમજીને છેતરાણા છીએ. ઘુઘવતા સાગરમાં તરનારા અમે, તારી આંખનાં આંસુમાં ડૂબ્યા છીએ, સમજીને છેતરાણા અમે સમજીને છેતરાણા છીએ. તોફાન બનીને વહેનારા અમે, નીરવ શાંતિમાં ગરકાવ થયા છીએ, સમજીને છેતરાણા અમે સમજીને છેતરાણા છીએ. મોજની મહેફિલ કહેનારા અમે, તારા પ્રેમમાં પાગલ પૂજાયા છીએ, સમજીને છેતરાણા અમે સમજીને છેતરાણા છીએ. - ધામેલિયા વર્ષા વી. (ગોવિંદપૂર (ધારી-અમરેલી)
Advertisements