માત્ર તારી તલાશ (પટેલ પ્રાંજલ એમ.)

Posted on

એક માત્ર તલાશ ને 
આ શબ્દોનો ઉપહાસ, 
સ્તબ્ધ સઘળાં સંવેદનોને 
નયનોમાં એક પ્યાસ, 
માત્ર તારી તલાશ. 
તુપ્ત બને ઉરની અટારી 
પામીને પ્રેમની પળ, 
પડછાયાના પ્રકાશને પણ 
બસ તારી જ એક આશ. 
માત્ર તારી તલાશ. 
તું મળવાથી મળી જશે 
તને પામ્યાથી જડી જશે. 
આ મૃત જીવનને એક 
નવલ ધબકારનો શ્વાસ 
માત્ર તારી તલાશ. 
ઝંઝોડી સ્તબ્ધ સૂનકારને 
ઝીલીને કઠિન પડકારને, 
આપીશું જગને જંગ જીત્યાનો 
અદકેરો અહેસાસ 
માત્ર તારી તલાશ. 
ફક્ત એ સૂર-તાલ નહિ 
કે પછી સ્વર-સંગીત નહિ, 
બનશે અનુભૂતિને 
પ્રણય વિજયનો પ્રાસ 

- પટેલ પ્રાંજલ એમ. (વલસાડ)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s