… ને તમે યાદ આવ્યાં (ભરત રબારી)
ઉપવનમાં ખીલ્યું ગુલાબ ને તમે યાદ આવ્યાં તમારા ગુલાબી હોઠો પર રમતાં પ્રેમનાં ગીતો યાદ આવ્યાં. આભલે ચમકતો ચાંદલીયો જોયો ને તમે યાદ આવ્યાં... ચંદ્રમાંથી પણ વધારે ચમકતો તમારો ચહેરો યાદ આવ્યો. આકાશે ઉડયું એક પોરવડુને તમે યાદ આવ્યાં.... પોરવડા જોડે મોકલેલા સંદેશા યાદ આવ્યાં.... આવામાં એક પર્ણ પર પડેલું ઝાકળબિંદુ જોયું ને તમે યાદ આવ્યાં ... આંખમાંથી નીકળ્યું એક અશ્રુ બિંદુ ને તમે યાદ આવ્યા.... - ભરત રબારી : (માંગરોળ : જિ. જૂનાગઢ)
Advertisements