નિર્મળ સંસાર (નરેન્દ્ર ભટ્ટ)
નિર્મળ વદન શોભતું, નિર્મળ શશિનાં તેજ નિર્મળ નદીનાં નીરશાં, નિર્મળ માનાં હેત નિર્મળ કમળની પાંખડી, નિર્મળ ભ્રમરનો પ્રેમ નિર્મળ હૈયું આપનું, નિર્મળ જેના નેહ નિર્મળ પૂનમની ચાંદની, નિર્મળ એનાં વેણ નિર્મળ દીસે જગસૃષ્ટિ આ, નિર્મળ રચના અપાર નરેશ મન નિર્મળ જો હોય તો, નિર્મળ સૌ સંસાર. નરેન્દ્ર ભટ્ટ (મુ-પરખડી-બનાસકાંઠા)
Advertisements