તારા બોલવામાં…(જાદવ નરેશ)
તારા બોલવામાં કેવી મીઠાશ છે, બસ દિલે તો મારી હાશ છે, તું બોલે ને જાણે શબ્દોના ફુલ વરસે, મારા દિલમાં તારા શબ્દોનાં ફુલોની સુવાસ છે. તું કહી-દે ને કે હું બસ એક તારી જ છે, તો જોને મારા દિલમાં કેટલી હળવાશ છે. ક્યારેક-ક્યારેક ભલે તારાથી દૂર થવાય, પણ મારા હૈયાનો તું જ એક સહવાય છે. કોઈના પર ભરોસો નથી કરવો હવે, બસ તું જ મારા પ્રેમની સાચી આશ છે. જાદવ નરેશ 'જાન' (મલેકપુર-વડ)
Advertisements