રોશની લખું (”અંજાન”)

Posted on

ઉગતો સુરજ કોમળ કિરણોની 
રોશની લખું,
પ્રભાતની પ્રફુલ્લિત મનહર 
તાજગી લખુ.
ચોગમ ચમકતી ઓશની 
બૂંદો બની મોતી,
ઝાકળ મહીં લથબથ ધરા
પણ ઝળ હળી લખું.
થૈ કુંપળોમાં કિલકારી, પમરાટ પર્ણોમાં,
નવી ઉમંગો લૈ 'વસંત' 
પણ થનગની લખું.
ફુલો ખિલ્યા મ્હેંક્યા ચમન 
નોખી સુવાસ લૈ,
પાગલ પવનની પીઠ પર
ખૂશ્બુ જતી લખું.
કાણગારું કોરસ કરે 
ભમરાઓ લીન થૈ,
સુવાસમય સંગીતની સુરાવલિ લખું.
હૈયા હિલ્લોળે ચડયા ને 
ઉન્માદ અંગે અંગ,
મદ મસ્ત મૌસમ મા જવાની 
થનગતી લખું.
છે મોરના ટહુકા બધે, 
કોયલની કુક પણ,
'કલરવ' તણાં  એ નાદને કઈ 
રાગણી લખું.
વેરાન સૌ વગડે લદાલદ પાંદડા ફૂટયા,
વગડાના વૈભવમાં 
અજબ સૃષ્ટિ સજી લખું.
રંગો ફરકે છે કે સુડાનાં હરેક પલાશયર,
પ્રફૂલ હર ઉત્સવમાં 'ફોરમ' 
ફાગણ તણી લખું.
સોળે કળાએ ચાંદ ખિલ્યો 
મધમતી રાતમાં,
''અંજાન'' યાદોમા
મિલનની ચાંદની લખું.

''અંજાન'' (શહેરા, પંચમહાલ)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s