મસ્તફકીર સમય (યોગેશ આર. જોશી)

Posted on

વીતી ચૂકેલા વખત
કદી પાછો નથી ફરતો,
લાખો કરો જતન,
ફરી ક્યારેય નથી મળતો.
ચાલે છે એ નિરંતર,
એની ગતિ છે ન્યારી,
ચાલી ગયા પછીથી,
ડગ પાછા  નથી ભરતો.
પાણી ઉતારી દે છે
એ મૂછાળા ભડવીરોના,
અમીર કે ગરીબનો કદી એ
ભેદ નથી કરતો.
હારે એની જે ચાલે એને પાર ઉતારે છે,
પાછળ રહી જનારના,
એ ગમ નથી ભરતો.
નાચે નહિ પોતે પણ
દુનિયાને નચાવે છે,
એક જ ઠેકાણે કોઈ
દિ ઠરીઠામ નથી ઠરતો.
નિરંજન  નિરાકાર સમય
મસ્ત ફકીર છે,
ડારે છે સૌ કોઈને કદી એ નથી ડરતો.

- યોગેશ આર. જોશી
(હાલોલ, જિ.પંચમહાલ)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s