તમે આવો કે ન આવો (નરેશ સી. દાતણીયા)
તમે પ્રેમ કરો કે વહેમ, હું સુહાસિની છું, તમારા નામથી તમે સન્માન કરો કે અપમાન... હૃદયમાં શ્વાસ છે, તમારા નામથી...! તમે આવો કે ન આવો, સૌંદર્ય સૃષ્ટિ એ. હું સદાય સજાવીશ શય્યા તમારા નામથી તમે સાથ રહો કે દૂર રહો... કાન્ત...! હું સદાય સ્વપ્ન જોઈશ તમારા નામ થી...! હું વિવાહિતા છું, પવિત્ર મંગલ ફેરાથી મને એજ વિશ્વાસ છે, તમારા નામથી. સર્વ સૌંદર્ય તમને અર્પણ કરું હું મનથી મારું જીવન-મરણ છે, તમારા નામથી...! - નરેશ સી. દાતણીયા ''પ્રેમી'' (વટવા, અમદાવાદ)
Advertisements