જીવનદ્વાર (શ્રી રોહિતકુમાર ભાનુપ્રસાદ જોશી)
દિનના ઉજાસમાં, છૂટા પડે છે ગૃહ દ્વાર, નિશાની અણમૂલી છાયામાં, ભેળા થાય છે દ્વાર. પ્રેરણા લઈને આપણે, કંઈક સમજીએ સાર, જીવનમાં પણ આવે છે, આવી ઘટમાળ. આયખું જીવવું તો, રાખો દ્વારમાં હકાર, નહીં તો દુ:ખ દર્દના, થશે પળમાં નકાર. બારસાખે લાગે છે, જ્યારે તરિયા તોરણ, મોભાના ગમતીલાં માનવી છે શિરમોર. કોડભરી કન્યાના, શિરેથી ઉતરે છે મોડા, બે પરિવારના શમણાં, પૂરા કરવાના કોડ. દિનના ઉજાસમાં, છૂટાં પડે છે ઘરદ્વાર, એંધાણી મહામૂલી, છાયામાં ભેળા થાય દ્વાર. પરિવારમાં થાય, સુખદુ:ખની ઉજાણી, જાણે લાગે છે, અમને મહોલાતની સરવાણી. 'સંભાળીએ' છીએ જ્યારે કરણીની સતવાણી, 'સંભારીએ' છીએ ત્યારે કરમની સંતવાણી. - શ્રી રોહિતકુમાર ભાનુપ્રસાદ જોશી (ખંભાત)
Advertisements