ખળખળતું ઝરણું (અલ્તાફ બંગાલી)

Posted on

ખળખળતું ઝરણું મને બોલાવતું 
હોય એવું સંભળાય છે,
એની મસ્તી  જોઈ એની જોડે રમવાનું 
મન થાય છે. કેવી અજબ વાત છે...
એની ચંચળતા મનમાં રોમાંચ ભરી દે છે,
એનું શીતળ જળ મનને શાંત પણ કરી શકે છે.
સૂર્યના તેજ કિરણોથી બે ઝળકી ઉઠે છે.
ચંદ્રની કોમળતાથી એ જાણે શરમાઈ જાય છે,
અડીખમ પહાડોમાંથી પોતાનો 
રસ્તો બનાવતું આ ઝરણું.
નિશ્રિત મનથી આગળ વધવાનો 
રસ્તો બનાવે છે,
ઝરણાનો કાળ શરૃઆતથી અંત 
સુધી બહુ નાનો હોય છે.
પણ એને એટલા સમયમાં કોઈપણ 
મળે તો એ ખાલી હાથ નથી રહેતો.

-અલ્તાફ બંગાલી (માંગરોળ)

Leave a comment