કારણ ના મળે (સોલંકી રાકેશ બી.)

Posted on

દરેક ખુશી બોજ બની 
જાય છે દિલ પર,
આ, ભારણનું અમને 
કારણ ના મળે.
બળતા દિલને ઠંડક 
મળે છે માત્ર બળવાથી,
આ કારણનું અમને કારણ ના મળે.
ખુશ રહેવા માગે છે દિલ 
દુ:ખમાં જ રહીને,
દિલના આ નિવારણનું  
અમને કારણ ના મળે.
અકારણ છલકી જાય છે 
પછી અશ્રુ આંખોથી,
આ અકારણનું અમને 
કારણ ના મળે.
સુકુનથી કેમ દૂર રહેવા 
માગે છે દિલ,
દર્દ અને દિલના આ જોડાણનું 
અમને કારણ ના મળે.
અમારા ''શબ્દ''થી લખાય છે, 
દિલની દર્દીલી દાસ્તાન માત્ર,
આ લખાણનું અમને 
કારણ ના મળે.

-સોલંકી રાકેશ બી. 'શબ્દ'
(નવા વાડજ-અમદાવાદ)
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s