મારું એ ગામડું ખોવાયું

Posted on

બાળપણ નું મારૂ એ ફળિયું ખોવાયું
અને
રમતો હું એ મારું આંગણું ખોવાયું

નથી છીપાતી તરસ ફ્રીઝના પાણીથી
કેમ કે
રસોડા માં રમતું એ પાણીયારું ખોવાયું

બેડરુમમાં મળી સગવડ બધી મને
પણ
મીઠી નીંદર માણતો એ ઘોડિયું ખોવાયું

નથી રે આવતું લુંછવા આંશુ આજ કોઈ
અને
મારી “માં” લુંછતી એ આજ ઓઢણું ખોવાયું

થાકી જવાય છે થોડું અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર દોડાવતું એ મારું પૈડું ખોવાયું

બત્રીસ ભાતના ભોજન ક્યાં ભાવે છે
ત્યારે 
ગોળ ઘી નું મારી માં-બેનીનું એ ચુરમું ખોવાયું  

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
કેમ કે
સીધો જતો એ ખુલ્લું હવે બારણું ખોવાયું

નથી ભૂંસી સકતો હવે લખેલું આ કાગળ નું
અને ત્યાં તો
દફતરની એ મારી પેન ને પાટયું ખોવાયું

હજારો દોસ્તો છે ફેશબૂક અને વોટ્સઅપ માં
પણ
લંગોટીયા યાર સાથે નું મારું આખે આખું ગામડું ખોવાયું .
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s