ચાર વર્ષ પછી ની મુલાકાત

ચાર વર્ષ પહેલાની આ એક વાત થઇ ગઈ.
જ્યારથી મારા પ્રેમ ની સરુઆત થઇ ગઈ.

મારા પ્રેમની હું તમને વાત કરું છું મિત્રો ,
જયારે અજાણતા તેમની મુલાકાત થઇ ગઈ.

દરરોજ બેસી રહ્યો હું ,ક્યાંક રાહ જોય તેમની,
સવાર થી લઈને ક્યારેક તો સાંજ થઇ ગઈ.

રોજ નીકળતો તેમના ઘરના દરવાજે થી,
હવે તો શેરી પણ મારાથી નિરાશ થઇ ગઈ.

ચાર વર્ષ તેમના પ્રેમમાં હું નીચાવતો રહ્યો,
વર્ષ પછી તેમની એક મુલાકાત થઇ ગઈ.

એક વર્ષ પછી જોયો મેં ચહેરો તેમનો આજે,
તેમની સુંદરતા આજે પરિપૂર્ણ થઇ ગઈ.

વખાણ નથી કરતો હું મારા પ્રેમ ના મિત્રો,
મારા માટે તો એક નાની કવિતા થઇ ગઈ.

-સુરેશ કે.પાટડીયા
Advertisements