ગુજરાતની સંસ્કૃતી

મેળાઓ

ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.

 • ભવનાથ મહાદેવનો મેળો
 • વૌઠાનો મેળો
 • ચિત્ર-વિચિત્ર મેળો
 • મોઢેરા – નૃત્‍ય મહોત્‍સવ
 • ડાંગ – દરબાર મેળો
 • કચ્‍છ રણ ઉત્‍સવ
 • ધ્રાંગ મેળો
 • અંબાજી પૂનમનો મેળો
 • તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો)
 • શામળાજીનો મેળો
 • વચ્છરાજદાદા મેલો (વચ્છરાજ બેટ )

ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.

================================================================================

કળા

ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા , વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓ માં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્‍મકતા ને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરી નો વરસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ – લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.

================================================================================

હસ્તકળા

ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.

 • ભરતગુંથણ કામ
 • માટીકામ
 • બાંધણી
 • કાષ્ટકામ
 • પટોળા
 • જરીકામ
 • ઘરેણા
 • બીડ વર્ક

================================================================================

સાહિત્ય

ગુજરાતનું સાહિત્‍ય સ્‍વતંત્રતા, પરંપરા, સંસ્‍કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખુબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે .

================================================================================

સંગીત અને નૃત્ય

ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્‍ય માટે ખાસ્‍સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્‍યનાં પ્રકાર ગુજરાત ની ઓળખાણ છે.

ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં ખુબજ સર્જનાત્‍મકતા અને અનેરી વિવિધતા જોવા મળે છે.

================================================================================

તહેવારો

ગુજરાતમાં સામાજિક, સાંસ્‍કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે.

 • નવરાત્રી
 • દીવાળી
 • ધુળેટી
 • ઉત્તરાયણ
 • જન્‍માષ્‍ટમી
 • શિવરાત્રી
Advertisements

2 thoughts on “ગુજરાતની સંસ્કૃતી

  kirtidan gadhvi said:
  એપ્રિલ 5, 2017 પર 6:51 પી એમ(pm)

  ગામડુ કોને કહેવાય? ગામડા ની વ્યાખ્યા શુ ?

  આવો જોઈએ

  ગામડા ની મજા

  ગામડામાં વસ્તી નાની હોય..

  ઘરે-ઘરે જ્ઞાની હોય…,

  આંગણિયે આવકારો હોય…

  મહેમાનોનો મારો હોય…!

  ગામમાં ચા પાવાનો ધારો હોય,

  વહેવાર એનો સારો હોય,

  રામ-રામનો રણકારો હોય,

  જમાડવાનો પડકારો હોય…!

  સત્સંગ મંડળી જામી હોય…

  બેસો તો !
  સવાર સામી હોય..,

  જ્ઞાનની વાતો બહુ નામી હોય,

  જાણે સ્વર્ગની ખામી હોય…!

  વહુને સાસુ ગમતાં હોય…

  ભેળાં બેસી.. જમતાં… હોય..,

  બોલવામાં સમતા હોય…

  ભૂલ થાય તો નમતાં હોય…!

  છોકરાં ખોળામાં રમતાં હોય…

  આવી માની મમતા હોય..,

  ‘ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય..

  ચોરે બેસી રમાડતાં હોય !

  સાચી દિશાએ વાળતાં હોય..

  બાપાના બોલ સૌ પાળતા હોય..,

  ભલે ! આંખે ઓછું ભાળતાં હોય…

  આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય !

  નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,

  આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,

  માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય…

  માનો તો ભગવાન બુદ્ધ હોય..!

  ભજન-કીર્તન થાતાં હોય..

  પરબે પાણી પાતાં હોય…,

  મહેનત કરીને ખાતાં હોય…

  પાંચમાં પૂછાતાં હોય..!

  દેવ જેવા દાતા હોય…

  પરબે પાણી પાતાં હોય…,

  ભકિત રંગમાં રંગાતા હોય…

  પ્રભુનાં ગુણ ગાતા હોય…!

  ઘી-દૂધ બારે માસ હોય…

  મીઠી-મધુર છાસ હોય…,

  વાણીમાં મીઠાશ હોય…

  રમઝટ બોલતા રાસ હોય…!

  પુન્ય તણો પ્રકાશ હોય… ત્યાં નકકી…

  ભગવાન નો.. વાસ હોય..,

  કાચાં-પાકાં મકાન હોય..

  એમાંય એક દુકાન હોય…,

  ગ્રાહકોનાં એવાં માન હોય…

  જાણે મળયા ભગવાન હોય…!

  સંસ્કૃતિની શાન હોય…

  ત્યાં સુખીએનાં સંતાન હોય…,

  એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય…,

  અતિથીને આવકાર હોય…

  ખુલ્લાં ઘરનાં દ્વાર હોય…!

  કુવા કાંઠે આરો હોય…,

  નદી કાને કિનારો હોય…,

  વહુ-દીકરીનો વર્તારો હોય…

  ધણી પ્રાણથી પ્યારો હોય !

  કાનો ભલે ! કાળો હોય..

  એની રાધાને મન રૂપાળો હોય..,

  વાણી સાથે વર્તન હોય…

  મોટા સૌનાં મન હોય…,

  હરિયાળાં વન હોય…

  સુગંધી પવન હોય…!

  ગામડું નાનું વતન હોય,

  ત્યાં જોગમાયાનાં જતન હોય…,

  માનવી મોતીનાં રતન હોય…

  પાપનું ત્યાં પતન હોય…!

  શીતળવાયુ વાતો હોય,

  ઝાડવે જઇ… અથડાતો હોય.., .

  મોર તે દી’ મલકાતો હોય,

  ગામડાનો મહિમા ગાતો હોય,

  પછી તેની… કલમે.. લખાતો હોય…
  ભાઈ ……………..ભાઈ …. ………..

  ☞ આગળ મોકલજો મારા ભાઈ .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s