વિવિધ વધારે જાણકારી

 કોની આંખમાં શું ?

માતાની આંખમાં                                   –    વાત્સલ્ય
ગુરુની આંખમાં                                      –    જ્ઞાન
મિત્રની આંખમાં                                    –    સહાયતા
પત્નીની આંખમાં                                  –    પ્રેમ
બાળકની આંખમાં                                  –   નિર્દોષતા
બહેનની આંખમાં                                   –    હેત
પિતાની આંખમાં                                   –   કર્તવ્ય
વીરની આંખમાં                                     –   નીડરતા
વિધવાની આંખમાં                                –   ત્યાગ
સંતની આંખમાં                                      –   ક્ષમા
ભાઈની આંખમાં                                     –   દયા
કવિની આંખમાં                                      –   કલ્પના

=================================================================================

કૃદરતના નવ રત્નો

હીરો – વ્રજ: ધોળા રંગનુ રત્ન

માણેક – મણિક્ય: રાતા રંગનું રત્ન

મોતી – મુક્તા: પીળા રંગનું રત્ન

પાનું – પન્ના: લીલા રંગનું રત્ન

પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન

લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ

વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ

પરવાળુ – પ્રવાલ વિદ્રુમ: ગુલાબી રંગનો રત્ન

નીલમ – લીલમ મસ્કલ: નીલા રંગનું એક રત્ન

========================================================

રાજા ભોજના દરબારના નવ રત્નો

મહાકવિ કાલિદાસ

વૈદરાજ ધન્વંતરી

ક્ષપણક

શંકુ

અમર

વેતાલ

ઘટર્ક્પર

વરાહમિહિર

વરુચિ

===================================================

અકબરના દરબારના નવ રત્નો

અબુફઝલ ઇતિહાસકાર

ટોડરમલ જમા બંધી નિષ્ણાત

માન સિંહ સેનાધ્યક્ષ

ફૈજી કવિ

બદાઉની લેખક

તાનસેન ગાયક

દોપ્યાજી મુલ્લા

મહેસદાસ બિરબલ હાજર જવાબી

હકીમ હમામ વૈદરાજ

=============================================

પ્રકૃતિના તત્વો શું કહે છે ?

સરોવર : દાન દેવાથી ઈશ્વરે આપેલું ઓછું થવાનું નથી
સૂર્ય : અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે પણ નહીં જુએ
વાદળ : મારી જેમ બીજા પર વરસી જતાં શીખો
બીજ : પૃથ્વીના પડને ચીરીને બહાર આવો
વૃક્ષ : કાયાને કષ્ટ આપી શરણે આવેલાને શાંતિ આપો
સાગર : મારી જેમ સારા ખરાબ તત્વોને તમારામાં સમાવો
ગુલાબ : મારી જેમ સુકૃત્યોની સુગંધ બીજાને આપો
તારો : અંધકારમાં આશાનો પ્રકાશ પણ ગુમાવશો નહીં
ચંદન : પોતે ઘસાઓ પણ બીજાને શીતળતા આપો
ઝરણું : ધ્યેય પ્રાપ્તિ માટે સતત આગળ વધો
લીમડો : કડવા વેણ કહો તો પણ બીજાની ભલાઈ માટે કહેજો
ધરતી : સારા ખરાબ સૌનું સહન કરતાં શીખો
આફત : જેવા સાથે તેવા થાવ

===================================================


સ્ત્રીના વિવિધ રૂપ

નવોઢા : નવી પરણેલી સ્ત્રી
સૌભાગ્યવતી : જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી
વિધવા : જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી
ત્યકતા : પતિએ ત્યજી દીધેલી સ્ત્રી
શોક (સપત્ની) : પોતાના પતિની બીજી પત્ની
કમલાક્ષી : કમળ જેવા નેત્રો વાળી સ્ત્રી
મૃગનયની : હરણ જેવા નેત્રો વાળી સ્ત્રી
મદિરાક્ષી : મદિરા જેવી મોહક આંખો વાળી સ્ત્રી
ગજગામિની : હાથી જેવી ચાલ ચાલનારી સ્ત્રી
હંસગામિની : હંસ જેવી ચાલ ચાલનારી સ્ત્રી
કોકિલકંઠી : મધુર ગાઈ શકે તેવી સ્ત્રી
કાકવંધ્યા : એકજ વાર ફળનારી સ્ત્રી
જનાનો : ઓઝલમાં રહેતો સ્ત્રીવર્ગ
વનળા : ભાયડા કે હીજડા જેવી સ્ત્રી
વાંઝણી : એકપણ સંતાન વગરની સ્ત્રી
અખોવન : જેનું એકપણ સંતાન મૃત્યુ પામ્યું ન હોય તેવી સ્ત્રી
અભિસારિકા : સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
વિપ્રબલબ્ધા : પ્રીતમે સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી
વિરહોત્કંઠા : પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી
સ્વાધીનપતિકા : પતિને સ્વાધિન રાખનારી સ્ત્રી
પ્રોષીતભતૃકા : જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી
કલહાંતરિતા : પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી
ખંડિતા : પતિ (પ્રીતમ) સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી

===============================================


Leave a comment